ખેલો ઈન્ડિયાના ચોથા સંસ્કરણનો આજથી હરિયાણામાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. ખેલો ઈન્ડિયામાં કુલ ૨૫ સ્પર્ધાઓમાં ૨૬૯ પદક માટે ખેલાડીઓ રમશે. ખેલો ઈન્ડિયા યોજવાનો મુખ્ય ઉદ્દેશ એથલિટ્સ માટે રાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ તૈયાર કરી દેશમાં રહેલા સ્પોર્ટ્સ ટેલેન્ટની નાની ઉંમરમા જ ઓળખ કરવાનો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હરિયાણાના પંચકુલામાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ ૨૦૨૧ની ચોથી એડિશનનું ઉદદ્ધાટન કરશે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર આ કાર્યક્રમમાં હાજર રહેશે.