રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ઉત્તર પ્રદેશ પ્રવાસનો બીજો દિવસ છે. જેમાં તેઓ સવારે ૧૧:૦૦ વાગ્યે કાનપુરમાં આયોજિત વેપારી સંધના સમારોહમાં ઉપસ્થિત રહેશે અને સમારોહને સંબોધિત કરશે. આ સમારોહ વેપારી સંઘના ૯૦ વર્ષ પૂર્ણ થવાના અનુસંઘાને આયોજીત કરવામાં આવ્યો છે. ગઈકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના ચાર દિવસીય ઉત્તર પ્રદેશ પ્રવાસ પર લખનઉ પહોંચ્યા હતા.
આજે બપોરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગોરખપુરમાં ગીતા પ્રેસના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે. તો બીજી તરફ રાષ્ટ્રપતિના ગોરખપુર,સંત કબીરનગર, વારાણસી અને લખનઉમાં આોયજીત વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત રાજ્ય વિધાનમંડળના વિશેષ સંયુક્ત સત્રને સંબોધિત પણ કરશે.