પ્રધાનમંત્રી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આવતીકાલે જમીન સંરક્ષણ અભિયાન કાર્યક્રમમાં કરશે સંબોધન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આવતીકાલે સવારે ૧૧:૦૦ વાગ્યે વિજ્ઞાન ભવન ખાતે ‘સેવ સોઈલ મૂવમેન્ટ’ એટલે કે જમીન  સંરક્ષણ અભિયાન  પરના કાર્યક્રમમાં સંબોધન કરશે.

‘જમીન સંરક્ષણ અભિયાન’ એ જમીનની ગુણવત્તા વધારવા વિશે જનજાગૃતિ લાવવા  માટેની વૈશ્વિક ચળવળ છે. આ ચળવળ આ વર્ષે માર્ચમાં સદગુરુ દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમણે ૨૭ દેશોમાંથી પસાર થતી ૧૦૦ દિવસની મોટરસાઇકલ યાત્રા શરૂ કરી હતી. ૫ મી જૂને ૧૦૦ દિવસની યાત્રાનો ૭૫ મો દિવસ છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીની સહભાગિતા દેશમાં જમીનની ગુણવત્તા વધારવા  માટેની અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *