પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઇકોનિક સપ્તાહની ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું

આઝાદી કા અમૃત મહોત્સવ’ (AKAM)ના ભાગ રૂપે આજથી ૧૧ જૂન સુધી આઈકોનિક સપ્તાહ ઉજવવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના આઇકોનિક સપ્તાહની ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ’ (AKAM)ના ભાગ રૂપે આજથી ૧૧ જૂન સુધી આઈકોનિક સપ્તાહ ઉજવવામાં આવશે. જેમાં દેશભરના ૭૫ સ્થળોને મુખ્ય સ્થળ સાથે વર્ચ્યુઅલી કનેક્ટ કરવામાં આવ્યા હતા.

ક્રેડિટ લિંક્ડ સરકારી યોજનાઓ માટે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પોર્ટલ ‘જન સમર્થ પોર્ટલ’ લોન્ચ કર્યું છે. જે સરકારી ધિરાણ યોજનાઓને જોડતું વન-સ્ટોપ ડિજિટલ પોર્ટલ છે. જે લાભાર્થીઓને સીધું ધિરાણકર્તાઓ સાથે જોડે છે. આ પોર્ટલનો મુખ્ય હેતુ સરળ ડિજિટલ પ્રક્રિયાઓથી માર્ગદર્શન આપવાનો છે. તથા લાભાર્થીઓને સરકારી લાભો પ્રદાન કરીને વિવિધ ક્ષેત્રોની સમાવેશી વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે. આઇકોનિક સપ્તાહની ઉજવણીના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ ₹૧, ₹૨, ₹૫, ₹૧૦ અને ₹૨૦ના સિક્કાની વિશેષ શ્રેણી પણ બહાર પાડી હતી. દ્રષ્ટીહીન વ્યક્તિઓ પણ સરળતાથી આ સિક્કાઓને ઓળખી શકશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જણાવ્યું હતું કે, ભારતે છેલ્લા ૮ વર્ષમાં અલગ અલગ સ્તર પર કામ કર્યું છે અને દેશના વિકાસને ગતિ મળી છે. દેશનો ગરીબથી ગરીબ નાગરિક સશક્ત બન્યો છે. આજે ૨૧ મી સદીનું ભારત પીપલ સેન્ટ્રીક ગર્વનન્સના એપ્રોચ તરફ આગળ વધી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *