આજે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ

૭ જૂનના રોજ ‘વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે’ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેનો ઉજવવાનોનો મુખ્ય હેતુ લોકોને ખાદ્ય સુરક્ષા વિશે જાગૃત કરવાનો છે. જે ખરાબ ભોજનનું સેવન કરવાના કારણે ગંભીર રોગથી પીડાય છે. આ સાથે જ ખાતરી કરવાની છે કે દરેક વ્યક્તિને પર્યાપ્ત પ્રમાણમાં સુરક્ષિત અને પૌષ્ટિક ભોજન મળી શકે.

દર વર્ષે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે માટે એક થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘Safer food,better health’ છે જે WHOએ માર્ચમાં જાહેર કરી હતી.

વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે મનાવવાની જાહેરાત ડિસેમ્બર ૨૦૧૮માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ખાદ્ય અને કૃષિ સંગઠનના સહયોગથી કરવામાં આવી હતી. આ દિવસ ખાદ્ય સુરક્ષા પ્રત્યે લોકોને જાગૃત કરે છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તેમન ખાદ્ય અને કૃષિ સંગઠન આ ક્ષેત્રથી સંબંધિત અન્ય સંગઠનોના સહયોગથી વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ મનાવવા માટે મળીને કામ કરે છે. વિશ્વ સ્વાસ્થ્ય સભાએ વિશ્વમાં અયોગ્ય આહાર દ્વારા થતી બીમારીઓની સમસ્યાઓને ઓછી કરવા માટે ખાદ્ય સુરક્ષાની દિશામાં પ્રયત્નોને મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *