નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આજે દેશની પ્રથમ રાષ્ટ્રીય વાયુ ખેલ નીતિ જાહેર કરી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નવી દિલ્હીમાં તેને લોંચ કરી હતી. આ નીતિનું વિઝન ૨૦૩૦ સુધી ભારતને મુખ્ય એર સ્પોર્ટસ દેશોમાંનો એક બનાવવાનો છે. આ નીતિમાં એર સ્પોર્ટ્સ માટે ભારતની વિપુલ સંભાવનાનો લાભ લેવા પણ જણાવવામાં આવ્યું છે. દેશનાં એર સ્પોર્ટસ સેક્ટરને સુરક્ષિત, સુલભ, આનંદદાયક અને ટકાઉ બનાવી તેને પ્રોત્સાહન આપવા માટેની ભારત સરકારની આ યોજના છે. રાષ્ટ્રીય વાયુ ખેલ નીતિનું નિર્માણ નીતિ નિર્માતાઓ, એર સ્પોર્ટસ પ્રેક્ટિસનર્સ અને સામાન્ય લોકો પાસેથી મેળવેલા સુચનોનાં આધારે કરાયું છે.