દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૫ મેચોની ટી-૨૦ સીરીઝની આજથી શરુઆત

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી પાંચ મેચની ટી-૨૦ ક્રિકેટ મેચ શ્રેણી શરૂ થઇ રહી છે. આ અગાઉ ભારતીય ટીમને ખેલાડીના રૂપમાં નુકશાન થયું છે. કે.એલ. રાહુલ તેમજ કુલદીપ યાદવ ઇજાના કારણે આ શ્રેણીથી બહાર થયા છે. કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતાં ટીમની કમાન ઋષભ પંતને સોંપવામાં આવી છે. આ સાથે ઋષભ પંત ભારતનો આઠમો ટી૨૦ કેપ્ટન બનશે.

બી.સી.સી.આઇ. અનુસાર મંગળવારે નેટપ્રેકટિસ દરમિયાન રાહુલને જમણા હાથમાં ઇજા થઇ હતી જ્યારે બોલર કુલદીપ યાદવ પણ ઇજાના કારણે શ્રેણીની બહાર થયા છે. ઋષભ પંત ભારતના 8મા ટ્વેન્ટી-૨૦ ના કેપ્ટન બનશે, જ્યારે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પંતને આઇ.પી.એલમાં દિલ્હીની ટીમની કેપ્ટનશીપનો અનુભવ છે. અગાઉ પંતને કેએલ રાહુલની કેપ્ટનશીપ હેઠળ  વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકા ટીમ વર્ષ ૨૦૧૯ બાદ પ્રથમવાર ભારતમાં ટી-૨૦ શ્રેણી રમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *