કેસર કેરીનાં રસિકો માટે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, વારંવાર બદલાતા વાતાવરણનાં કારણે ગીરની પ્રખ્યાત કેરીની આવકમાં વધારો અને ભાવમાં ઘટાડો થયો છે.
સામાન્ય રીતે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ૩,૦૦૦ થી ૫,૦૦૦ જ કેસર કેરીના બોક્સની આવક થતી હતી. તેની સામે હવે ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ કેસર કેરીના બોક્સ અહીં આવી રહ્યા છે. આ સિઝનમાં ૪ લાખથી વધુ કેસર કેરીના બોક્સની આવક થઈ છે, જેમાંથી ૨ લાખ જેટલા બોક્સ તો તાલાલામાંથી જ આવ્યા છે. એટલે હવે સારામાં સારી કેસર કેરી ૪૦૦ થી લઈને ૭૦૦ રૂપિયામાં મળી રહી છે.