રાજ્યસભા ચૂંટણીઃ ૪ રાજ્યોની ૧૬ રાજ્યસભા સીટો માટે આજે મતદાન, ૪૧ બેઠકો થઈ છે બિન હરીફ

૧૫ રાજ્યોની ૫૭ રાજ્યસભા બેઠકો માટે આજે ચૂંટણી થશે. આ બેઠકો પર જૂન અને ઓગષ્ટ વચ્ચે રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ બેઠકોમાં સૌથી વધુ બેઠકો ઉત્તરપ્રદેશથી ખાલી થઇ રહી છે. અહીંની ૧૧ રાજ્યસભા બેઠક માટે ચૂંટણી થઇ રહી છે. મહારાષ્ટ્ર અને તામિલનાડુની ૬ – ૬ સીટો માટે બિહારની ૫ કર્ણાટક, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનની ૪ – ૪ ઓરિસ્સા અને મધ્યપ્રદેશની ૩ – ૩, ઝારખંડ, છત્તીસગઢ, તેલંગાણા, પંજાબ અને હરિયાણાની ૨ – ૨, જ્યારે ઉત્તરાખંડની એક સીટ પર ચૂંટણીની જાહેરાત થઇ છે.

રાજ્યસભાની આ ૫૭ માંથી ૪૧ બેઠકો પરના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા છે. જેમાં સૌથી વધુ ૧૪ ભાજપના, કોંગ્રેસ અને વાયએસઆર કોંગ્રેસના ૪ – ૪ ઉમેદવાર છે. જ્યારે બાકીની ૧૬ રાજ્યસભા સીટો માટે મહારાષ્ટ્રમાં ૬, રાજસ્થાન અને કર્ણાટકના ૪ – ૪ અને હરિયાણાની ૨ બેઠકો માટે આજે ચૂંટણી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *