રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં કેન્દ્રીય યુનિવર્સિટીના છઠ્ઠા વાર્ષિક દિક્ષાંત સમારોહને સંબોધન કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિદ્યાર્થીઓને ડીગ્રીઓ આપીને સન્માનીત કરશે. રાજકીય ડીગ્રી કોલેજ ધર્મશાળામાં યોજાનાર સમારોહમાં ૫૮૫ હોનહારોને ડીગ્રી એનાયત કરાશે. જેમાં યુજી તેમજ પીજી સ્તરના ૧૦ ગોલ્ડમેડાલીસ્ટોને રાષ્ટ્રપતિ ખુદ ડીગ્રી આપશે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને ધ્યાનમાં લઇને રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર અને મુખ્યમંત્રી જયરામ ઠાકુર ધર્મશાળા પહોચી ગયા છે. રાજ્યના શિક્ષણમંત્રી ગોવિંદસિંહ ઠાકુર અને અન્ય ગણમાન્ય વ્યક્તિ આ કાર્યક્રમમાં સામેલ થશે.