હીરા સસ્તાં થયા! સામાન્ય માણસ પણ ખરીદી શકશે લેબગ્રોન ડાયમંડ

સુરત ડાયમંડ સિટી  તરીકે ઓળખાતા સુરત શહેરમાં વિશ્વના દસમાંથી નવ હીરાનું કટીંગ અને પોલીસનું કામ થતું જોવા મળે છે. જ્યારે ડાયમંડ ઉદ્યોગમાં નવા એક ઉદ્યોગનો ઉદય થયો છે. હવે લેબગ્રોન ડાયમંડનું સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર સુરત બની રહ્યું છે.

ત્યારે આ ઉત્પાદનને લઈને સુરતના વેપારીઓએ છેલ્લા એક વર્ષમાં ૮,૫૦૦ કરોડનો વેપાર કર્યા હોવાના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. શું છે આ લેબ્રોન ડાયમંડ અને તેનું ઉદય કેવી રીતે અને ક્યાંથી થયો અને ડાયમંડ ઉધોગને કઈ રીતે વેગ આપે છે તેના પર થોડી માહિતી મેળવીએ.

આંતરરાષ્ટ્રીય સ્તર પર અત્યારસુધી સુરતના પોલિશ્ડ હીરા વખણાતા હતા. લાખો કરોડોના ડાયમંડ એક્સપોર્ટ સુરતથી થાય છે. સુરતમાં અત્યારસુધી નાની ઘંટીઓ ઉપર ડાયમંડ ઘસાતા હતા. સુરતમાં વિશ્વભરમાંથી આવતા રફ ડાયમંડને ચમક આપવામાં આવે છે. પરંતુ હવે ડાયમંડ ઉદ્યોગ નવી ક્રાંતિ તરફ અગ્રેસર થઈ રહ્યું છે. સુરતમાં સૌથી મોટો નેચરલ ડાયમંડનો વેપાર હતો. જેમાં કટીંગ અને પોલીસિંગ સૌથી મહત્વનું હતું. વિશ્વના ૧૦માંથી ૯ હીરા સુરતમાં તૈયાર થતા હતા. જોકે, આ સિવાયના ડાયમંડ માટે અન્ય દેશો પર ભારતે નિર્ભર રહેવું પડતું હતું. પણ તૈયાર થયા બાદ સુરતથી એક્સપોર્ટ થયા બાદ અન્ય દેશોમાં ગયા બાદ તે જ્વેલરીમાં ઉપયોગમાં લેવાતા હતા અને જ્વેલરી અન્ય દેશોમાં જઈને વેચાણ થતું હતું.

ડાયમંડ માટે સુરત વિશ્વમાં તો પ્રખ્યાત છે. જ પણ હવે લેબગ્રોન ડાયમંડમાંથી બનતી જ્વેલરીની માગ પણ વિશ્વભરમાં વધી રહી છે.. એટલું જ નહીં હવે લોકોમાં એસેસરિઝમાં પણ લેબગ્રોન ડાયમંડની ક્રેઝ વધી રહ્યો છે.સુરતના લેબગ્રોન ડાયમંડના વેપારી અને જ્વેલર્સ હવે લકસરિયસ એસેસરિઝનું ઉત્પાદન કરી રહ્યા છે. જેની વિશ્વભરમાં માગ વધી છે.

લેબગ્રોન ડાયમંડમાંથી મોબાઈલના કવર બનાવવામાં આવે છે જેમાં ગોલ્ડ અને લેબગ્રોન ડાયમંડની બોડી, ઘડિયાળના કવર, ચશ્માનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ફોનના કવર પોણા બે લાખથી અઢી લાખ સુધીમાં તૈયાર થાય છે. જેમાં ૧હજાર લેબગ્રોન ડાયમંડનો ઉપયોગ થાય છે. જોકે નેચરલ ડાયમંડમાં આટલા જ હીરા સાથે મોબાઈલનું કવર બનાવવામાં આવે તો ૮થી ૧૦ લાખ સુધીનો ખર્ચ થાય છે. જેથી બજારમાં લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી છે.

લેબગ્રોન ડાયમંડમાંથી બનતી એસેસરિઝ હાલ માત્ર સુરતમાં જ બની રહી છે. જેને વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. સાથે જ ડોમેસ્ટિક માકેાટમાં સાઉથના રાજ્ય અને મુંબઈ તેમજ રાજસ્થાન સુધી મોકલવામાં આવે છે. વેપારીઓના મતે મોટાભાગની એસેસરિઝ અમેરિકામાં એક્સપોર્ટ કરવામાં આવે છે. જેથી વિદેશમાં પણ લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *