ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૨,૮૪૭ નવા કેસ, રાષ્ટ્રીય રસીકરણ ૧૯૫.૮૪ કરોડને પાર

૨૪ કલાકમાં કોરોનાની રસીના ૧૫,૨૭,૩૬૫ ડોઝ આપવામાં આવતા રાષ્ટ્રીય રસીકરણ ૧૯૫.૮૪ કરોડને પાર થઈ ગયું છે.

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૨,૮૪૭ નવા કેસ નોંધાતા, કુલ સક્રિય કેસ ૬૩,૦૬૩ થઈ ગયા છે. છેલ્લા ૨૪કલાકમાં ૭,૯૮૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે અને કુલ ૪,૨૬,૮૨,૬૯૭ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે.

કોરોનાને કારણે કુલ ૧૪ દર્દીઓના મૃત્યુ થયા છે.

૨૪કલાકમાં કોરોનાની રસીના ૧૫,૨૭,૩૬૫ ડોઝ આપવામાં આવતા રાષ્ટ્રીય રસીકરણ ૧૯૫.૮૪ કરોડને પાર થઈ ગયું છે. ગુરુવારે કોરોનાના કુલ ૫,૧૯,૯૦૩ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લાં  ૨૪કલાકમાં કોરોનાના નવા ૨૨૮  કેસ નોંધાયા છે, જ્યારે ૧૧૭ દર્દીઓ સાજા થયા હતા. તે સાથે રાજ્યમાં કોરોનાનો રીકવરી રેટ ૯૯.૦૨ ટકા થયો હતો.  અમદાવાદમાં સૌથી વધુ ૧૧૬ કેસ,  વડોદરામાં ૩૦ કેસ,  સુરતમાં  ૨૬ કેસ, રાજકોટમાં ૧૨ કેસ, જામનગરમાં ૭ કેસ, અને નવસારીમાં  ૫ કેસ નોંધાયા હતા.  જ્યારે ગુજરાતમાં ગુરુવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ ૮૫,૭૩૮ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *