સોમનાથમાં આજે ગુજરાત કોંગ્રેસની રેલી અને સૌરાષ્ટ્ર ઝોનની બેઠક

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઇને તમામ પક્ષોએ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે આજ રોજ સોમનાથમાં કોંગ્રેસ મહત્વની બેઠક યોજી ચૂંટણીલક્ષી મંથન કરશે. સોમનાથમાં આજે કોંગ્રેસની રેલી અને સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાશે. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીલક્ષી રણનીતિ નક્કી કરાશે. સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કર્યા બાદ કોંગ્રેસ દ્વારા રેલી અને બેઠક યોજાશે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સહિત સૌરાષ્ટ્રના તમામ કોંગ્રેસના MLA હાજરી આપશે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વર્ષમાં ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારી આરંભી દીધી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજથી બે દિવસ માટે સૌરાષ્ટ્ર ઝોનની મહત્વની બેઠક સોમનાથમાં યોજાવા જઇ રહી છે. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા સહિતના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે. બૂથથી માંડીને તાલુકા કક્ષા સુધીના આયોજનો ગોઠવવામાં આવશે તથા નેતાઓને વિવિધ જવાબદારી સોંપવામાં આવશે.

પ્રદેશ કોંગ્રેસના આજે સાંજના પાંચ વાગ્યાથી સૌરાષ્ટ્ર ઝોન બેઠક શરૂ કરશે અને આવતીકાલ સુધી ચાલશે. વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાને રાખી સૌરાષ્ટ્રની રણનીતિ ઘડવામાં આવશે. બે દિવસની બેઠકમાં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ પર નેતાગીરી પરામર્શ કરીને માર્ગદર્શન આપશે તેમજ સંબંધિત નેતાઓને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવશે. પાયાને મજબૂત બનાવવા બૂથ મેનેજમેન્ટ પર પણ ફોકસ કરવામાં આવશે. ઉપરાંત તમામે તમામ તાલુકાસ્તર સુધી સંગઠનોને મજબૂત કરવાની રણનીતિ ઘડવામાં આવશે તથા સંગઠન મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *