૨૦ વર્ષનો વિશ્વાસ, ૨૦ વર્ષનો વિકાસ પ્રદર્શન અને સખી મેળાનો ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ

૨૦ વર્ષનો વિશ્વાસ, ૨૦ વર્ષનો વિકાસ પ્રદર્શન અને  સખી મેળાનો આજે  ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ કરાવ્યો હતો. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ સખી મંડળોના વિવિઘ ૭૫ સ્ટોલ્સની મુલાકાત લીઘી હતી. તેમણે દરેક સ્ટોલ પર જઇને તે મહિલાઓની પ્રવૃત્તિઓની જાણકારી મેળવી હતી. તેમણે બાળકોના અભ્યાસ માટેના ટેબલ, ક્રિકેટ રમવાના બેટ, નાના બાળકો માટેની હેન્ડ સાયકલ જેવી ચીજ વસ્તુઓ બનાવતા સ્ટોલ્સની મુલાકાત લીઘી હતી. તેમજ ભરતગૂંથણ, કચ્છી ભરતકામ કરેલા ડ્રેસ, ચંપલ, શૃંગાર, માટી કામની આઇટમો, બાળકો માટેના મેજીકલ રમકડા, લેડીઝ ભરત ગૂંથણવાળા પાકીટ, સાડી, ડ્રેસ અને ડ્રેસ મટીરીયલ્સ, કોસ્મેટિક આઇટમો જેવા વિવિઘ સ્ટોલ્સની મુલાકાત લઇને ઉપસ્થિત ઉઘમશીલ મહિલાઓ સાથે વાતચીત કરી તેમના વેપાર વ્યવસાય વિશે માહિતી મેળવી હતી.

ખાણી-પીણીના સ્ટોલ પર હેલી મિશન મંગલમૂની બહેનોએ બનાવેલી પાણીપુરીનો ટેસ્ટ પણ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ કર્યો હતો. બહેનોના હાથે તૈયાર થયેલી આ સ્વાદિષ્ટ વાનગીઓ ચાખીને  તેમણે સખી મંડળીની બહેનો પ્રત્ય આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી  સુરભિ ગૌત્તમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના શ્રી મુકેશ દવે, જીતેનભાઇ પારેખ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *