આજથી સમગ્ર દેશમાં સિંગલ યૂઝ પ્લાસ્ટીક પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત સિંગલ યૂઝ પ્લાસ્ટીકની વસ્તુઓના નિર્માણ આયાત, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના બનેલા ૧૯ ઉત્પાદનોને બંધ કરવામાં આવશે.
જેમાં ઈયર બર્ડ, થર્મોકોલ, પ્લાસ્ટિક સ્ટ્રો, પ્લેટ, ગ્લાસ તેમજ પ્લાસ્ટિકની બનેલી બેગ અને કટલરી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. પ્લાસ્ટિકની સિંગલ યુઝ વસ્તુઓ પર પ્રતિબંધ મુકવાનો મુખ્ય હેતુ પ્રદુષણ પર નિયંત્રણ કરવાનો છે. સરકારના જણાવ્યા અનુસાર પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારા લોકો દંડને પાત્ર રહેશે.