ધોરાજીની ભગવતસિંહજી હાઈસ્કુલમાં ભણશે ગુજરાત અને ભાર વગરના ભણતર સાથે ભણશે ગુજરાતનું રાજ્ય સરકારનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.
ધોરાજીની ભગવતસિંહજી હાઈસ્કુલમાં ભણશે ગુજરાત અને ભાર વગરના ભણતર સાથે ભણશે ગુજરાતનું રાજ્ય સરકારનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. ધોરાજીની માધ્યમિક શાળા ભગવતસિંહ હાઈસ્કુલમાં ભાર વગરનું ભણતર આપવામાં આવે છે. આ શાળામાં ધોરણ ૮ થી ૧૨ માં અભ્યાસ અર્થે આવતા બાળકોને શાળા તરફથી પાઠ્ય પુસ્તકના બે સેટ આપવામાં આવે છે. તેમાં એક સેટ સ્કૂલમાં અને એક સેટ બાળકોને ઘરે રાખવાનો રહે છે. જેથી બાળકોને પાઠ્યપુસ્તકો ઊંચકીને શાળાએ આવવામાંથી મુક્તિ મળે છે.
બાળકો પણ તેનાથી ખુશ છે. સ્કૂલમાં ૧૧ અને ૧૨ સાયન્સના પણ વર્ગ ચાલે છે. તેમાં પણ બાળકોને નિઃશુલ્ક ભણાવવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, આ અભ્યાસ મેળવવા માટે ખાનગી શાળામાં લાખો રૂપિયા આપવાના હોય છે. પરંતુ અહીંયા આ શાળામાં તમામ અભ્યાસ અને પાઠ્યપુસ્તક નિ:શુલ્ક મળી રહે છે.