વિધાનસભા અધ્યક્ષની ઉમેદવારી માટે આજે બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. વિધાનસભા સત્રના પ્રથમ દિવસે વિધાનસભા અધ્યક્ષની પસંદગી પૂર્ણ થશે.
મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર ૩ અને ૪ જુલાઈએ મળશે અને રવિવારે ૩ જુલાઈના રોજ વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે. વિશ્વાસમતની ચૂંટણી માટે આ વિધાનસભા સત્ર બોલાવવામાં આવ્યું છે. વિધાનસભા અધ્યક્ષની ઉમેદવારી માટે આજે બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. વિધાનસભા સત્રના પ્રથમ દિવસે વિધાનસભા અધ્યક્ષની પસંદગી પૂર્ણ થશે. નાના પટોલેએ વિધાનસભાના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું ત્યારથી અધ્યક્ષનું પદ ખાલી છે. સચિવાલયે તમામ ધારાસભ્યોને આ સત્રમાં હાજર રહેવા અપીલ કરી છે. ભારતીય જનતા પાર્ટી તરફથી રાહુલ નાર્વેકર ઉમેદવાર હશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, વિધાનસભા સત્રમાં તેઓ બહુમતી સાબિત કરવા તૈયાર છે. શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને પક્ષના તમામ પદો પરથી હટાવ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, પક્ષવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાના કારણે એકનાથ શિંદે પર આ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના મોટા ભાગના ધારાસભ્યોએ બળવાખોરી કરી હતી, તે પછી મહારાષ્ટ્ર મહાવિકાસ અઘાડી સરકાર સંકટમાં આવી ગઈ હતી. અંતમાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.