ભારતનો સૌથી મોટો અને ઉચ્ચ ટેકનોલોજીયુક્ત તરતો સૌર ઉર્જા પ્રોજેકટ સંપૂર્ણ રીતે કાર્યરત થયો

NTPC એ ૧ જુલાઇથી તેલંગણામાં રામાગુંડમ ફલોરીંગ સોલાર પી.વી. પરિયોજના અંતર્ગત ૨૦ મેગાવોટની અંતિમ ક્ષમતાના વ્યાવસાયિક સંચાલનની જાહેરાત કરી છે.

ભારતનો સૌથી મોટો તરતો સૌર ઉર્જા પ્રોજેકટ હવે સંપૂર્ણ રીતે કાર્યરત થયો છે. NTPC એ ૧ જુલાઇથી તેલંગણામાં રામાગુંડમ ફલોરીંગ સોલાર પી.વી. પરિયોજના અંતર્ગત ૨૦ મેગાવોટની અંતિમ ક્ષમતાના વ્યાવસાયિક સંચાલનની જાહેરાત કરી છે. રામાગુંડમમાં ૧૦૦ મેગાવોટની સૌર પીવી પરિયોજનાના સંચાલન સાથે દક્ષિણી ક્ષેત્રમાં તરતી સૌર ઉર્જા ક્ષમતાની કુલ વ્યાવસાયિક કામગીરી ૨૧૭ મેગાવોટ થઇ છે. અગાઉ NTPC એ કેરળના કયામકુલમ ખાતે ૯૨ મેગાવોટ અને આંધ્રપ્રદેશમાં સિમ્હાદ્રીમાં રપ મેગાવોટના તરતી સૌર ઉર્જા યોજનાના વ્યવસાયિક સંચાલનની જાહેરાત કરી છે.

રામાગુંડમમાં ૧૦૦ મેગાવોટની તરતી સૌર પરિયોજના હાઈ ટેકનોલોજીની સાથે સાથે પર્યાવરણની અનુકૂળ વિશેષતાઓથી સંપન્ન છે. મેસર્સ ભેલના માધ્યમથી EPC ના ભાગરૂપે ૪૨૩ કરોડના ખર્ચે બનાવેલ આ પરિયોજના ૫૦૦ એકત્ર ક્ષેત્રમાં વિસ્તારમાં ફેલાયેલી છે. આ પરિયોજના ૪૦ ખંડોમાં વિભાજિત છે અને તમામની ક્ષમતા ૨.૫ મેગાવોટ છે. તમામ ખંડમાં એક તરતુ પ્લેટફોર્મ અને ૧૧,૨૦૦ સૌર મોડ્યુલનો સમાવેશ થાય છે. તરતા પ્લેટફોર્મમાં એક ઈન્વર્ટર, ટ્રાન્સફોર્મર અને એક HT બ્રેકર હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *