આંતરરાષ્ટ્રીય ઊર્જા અને ખાદ્ય બજારોની પરિસ્થિતિ સહિત અન્ય વૈશ્વિક મુદ્દાઓ અંગે પણ વિચારોની આપ લે કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ ફાર્મા પ્રોડક્ટ તથા કૃષિ ક્ષેત્રે દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરી હતા. આંતરરાષ્ટ્રીય ઊર્જા અને ખાદ્ય બજારોની પરિસ્થિતિ સહિત અન્ય વૈશ્વિક મુદ્દાઓ અંગે પણ વિચારોની આપ લે કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારત આવ્યા હતા. તે સમયે લેવામાં આવેલ નિર્ણયના અમલીકરણની પણ સમીક્ષા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પુતિનની ભારત યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બંને દેશોને લઈને સદીઓ જૂના સંબંધો માટે પહેલા ૨+૨ મંત્રીસ્તરીય વાત થઈ હતી. ભારત યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, ભારતને એક મહાન શક્તિ, એક મિત્ર રાષ્ટ્ર તરીકે જોઈ રહ્યા છીએ. બંને દેશો વચ્ચે સંબંધો વધુ મજબૂત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેન મુદ્દા અંગે ચર્ચા અને કૂટનીતિથી સમાધાન લાવવા કહ્યું હતું. બંને નેતાઓ વૈશ્વિક અને દ્વિપક્ષીય મુદ્દાઓ અંગે સતત પરામર્શ ચાલુ રાખવાની વાત પર સહમત થયા છે.