પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતેથી ડિજિટલ ઇન્ડિયા વીક ૨૦૨૨નો કરાવ્યો શુભારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય સ્તરના ડિજિટલ ભારત સપ્તાહ-૨૦૨૨નો ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતેથી દેશવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. ડિજિટલ ઇન્ડિયા ભાષીની ઇન્ડિયા સ્ટેક ગ્લોબલ, માઈ સ્કીમ, મેરી પહેચાન જેવી કુલ ૭ ડિજિટલ પહેલનો પ્રારંભ કરાવ્યો હતો. સાથે જ કેટેલાઇઝીંગ ન્યૂ ઇન્ડિયા ટેકેડની ઇ-બુકનો શુભારંભ કરાવ્યો હતો. ડિજિટલ ભારત સપ્તાહ અંતર્ગત ગાંધીનગરમાં આજથી ૬ જુલાઈ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેમાં ડિજિટલ ઇન્ડિયા પહેલની વર્ષગાંઠની ઉજવણી તથા આધાર, કો-વીન અને ડિજિલૉકર જેવી લોકોને ઉપયોગી પહેલ અંગે માર્ગદર્શન આપતું પ્રદર્શન યોજાશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયા વીક ૨૦૨૨ને સંબોધતા જણાવ્યું હતું કે, ૮ વર્ષ પહેલા શરૂ થયેલું ડિજિટલ ઇન્ડિયા અભિયાન આજે વિસ્તરણ પામીને ૭ નવી ડિજિટલ પહેલના ફળસ્વરૂપે બહાર આવ્યું છે. આના કારણે ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના સંકલ્પને મજબૂતી મળશે. તેનો લાભ ભારત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને થશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રિય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *