૧૫મી ઑગષ્ટની જાહેર ઉજવણી કરવામાં લોકોમાં અનેરો ઉત્સાહ, સુરતના વેપારીઓને દેશભરમાંથી મળ્યા ૧૦ કરોડ રાષ્ટ્રધ્વજના ઓર્ડર

સુરતનું ટેક્સટાઇલ માર્કેટ જગવિખ્યાત છે. કોરોનાને કારણે મંદીનું ગ્રહણ લાગેલો ટેક્સટાઇલનો વેપાર ધીમે ધીમે બેઠો થઇ રહ્યો છે. ત્યારે આ વખતે સ્વતંત્રતા દિવસ સુરતના વેપારીઓને ફળશે તેવી આશા છે. કારણ કે ૧૫મી ઑગષ્ટ નજીક હોવાથી મોટી સંખ્યામાં રાષ્ટ્રધ્વજ બનાવવાના ઓર્ડર મળ્યા છે. જી,હા કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ઉદ્યોગ ધંધા ઠપ્પ થઇ ગયા હતા જેથી હવે દેશભરમાંથી  તિરંગો  બનાવવાના ઓર્ડર મળતા સુરતના વેપારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

સ્વતંત્રતા દિવસની દેશભરમાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે તિરંગો લહેરાવીને સલામી આપવામાં આવે છે.તેમજ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ સ્વતંત્રતા પર્વની અનોખી રીતે અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવનાર છે.ત્યારે સુરતના વેપારીઓ અત્યારથી જ કામે લાગી ગયા છે. કારણ કે દેશભરમાંથી અંદાજે ૧૦ કરોડ રાષ્ટ્રધ્વજના ઓર્ડર મળ્યા છે. સુરત ટેક્સટાઇલનું હબ ગણાતુ હોવાથી દેશભરમાંથી રાષ્ટ્રધ્વજ બનાવવાના ઓર્ડર મળી રહ્યા છે.  આ ઉપરાંત વિવિધ ગ્રે કાપડ અને ડિઝિટલ પ્રિન્ટિંગની પણ સુવિધા સુરતમાં મળીરહેતી હોવાથી વધુ પ્રમાણમાં ઓર્ડર અહીં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *