રાજ્યમાં વરસાદી માહોલ જામતા મહાનગરોમાં કરોડોના ખર્ચે બનાવેલા રોડ રસ્તા ધોવાયા

રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ વરસાદ પડતા જ તંત્રની કામગીરી સ્પષ્ટ રીતે છતી થાય છે. એક તરફ કરોડોના ખર્ચે રોડ રસ્તાનો વિકાસ કર્યો હોય તેવી વાતો કરવામાં આવે છે પરંતુ તે જ રોડ રસ્તા ચોમાસુ આવતા ધોવાઇ જાય છે.ત્યારે હાલમાં પણ મહાનગરોમાં આવી જસ્થિતિ જોવા મળી રહી છે.  વરસાદી માહોલને કારણે ઠેર ઠેર ભુવા પડવા તેમજ રોડ રસ્તા ખખડધજ બની ગયા છે.

સુરતમાં તો અહીં વરસાદ પડતા જ ભુવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સુરતના અડાજણમાં હનીપાર્ક પાસે ભુવો પડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સુરતમાં એલપી સવાણી અને સરિતાડેરીને જોડતો મેઇન રોડ છે ત્યાં મસમોટો ભુવો પડ્યો છે. ૧૫ ફૂટથી પણ વધારે ઊંડો ભુવો પડ્યો છે જે સ્હેજ પણ ખતરાથી ખાલી નથી.કારણ કે આ ભુવામાંથી જીઇબીની મોટી લાઇન પસાર થાય છે ત્યાં ડીપી મુકાયેલુ છે. વળી જે પાણની પાઇપલાઇન છે તે પણ લીકેજ થઇ છે. તેમજ બાજુમાં આવેલા મકાનમાં પણ નુકસાન થવા પામ્યુ છે.

રાજકોટમાં પણ વરસાદને કારણે રસ્તા પર ખાડા પડી ગયા છે. બ્રિજના સર્વિસ રોડ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે.  રામાપીર ચોકડી પાસે બનતા બ્રિજના સર્વિસ રોડ ખરાબ સ્થિતિમાં જોવા મળ્યો.  સર્વિસ રોડ ટૂંકો અને ખાડાવાળો હોવાથી વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ૧૦ ફૂટના અંતરે ખાડા જોવા મળી રહ્યા છે. વળી વરસાદી પાણી પણ ખાડામાં ભરાઇ રહેતુ હોવાથી વાહનચાલકો ઘણીવાર બેલેન્સ  ગુમાવી બેસે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *