ઇન્ડોનેશીયાઃ બાલીમાં જી-૨૦ દેશોના વિદેશમંત્રીઓની બે દિવસીય બેઠક આજથી શરુ

જી-૨૦ દેશોના વિદેશમંત્રીઓની બે દિવસીય બેઠક આજે ઇન્ડોનેશીયાના બાલીમાં શરૂ થઇ રહી છે. વિદેશમંત્રી એસ.જયશંકર આ બેઠકમાં ભાગ લઇ રહ્યા છે. આ બેઠકનો વિષય વધુ શાંતિપૂર્ણ, સ્થિર સમૃધ્ધ વિશ્વનું નિર્માણ છે. આ બેઠક વૈશ્વીક મંજુરીના પ્રયાસો પર ચર્ચા કરવા માટે એક કાર્યનિતીક મંચ પ્રદાન કરશે. આ બેઠક બે સત્રમાં યોજાશે, પ્રથમ સત્રમાં વૈશ્વિક સહયોગ મજબુત બનાવવાના ઉપાય તેમજ વિવિધ દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ બનાવવા પર ચર્ચા થશે. ખાદ્ય અને ઉર્જા સુરક્ષા પર આ સત્રમાં ખાદ્યસંકટ, ફર્ટિલાઇઝરની અછત અને વિશ્વમાં વધતી વસ્તુઓની કિંમત પર કાબુ મેળવવા કાર્યનિતીક ઉપાય અંગે ચર્ચા થશે. વિદેશમંત્રી એસ.જયશંકર આ બેઠકમાં ભારતનું પ્રતિનિધીત્વ કરશે. ઇન્ડોનેશિયાના પ્રવાસ દરમિયાન એસ.જયશંકર અન્ય જી-૨૦ ના સભ્યદેશો અને આમંત્રિત દેશોના વિદેશમંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *