બ્રિટનમાં અગ્રણીમંત્રીઓના રાજીનામા બાદ પીએમ જોનસન પર રાજીનામું આપવા દબાણ ઉભુ થયું છે. હાલમાં બ્રિટનમાં સત્તાસંઘર્ષ ચરમ પર પહોચ્યો છે.
ગઇકાલે બોરિસ જોન્સનના સત્તાવાર નિવાસ સ્થાને કેબિનેટ મંત્રી અને પાર્ટીના પદાધીકારીઓ એકત્રીત થયા હતા. તેઓએ જોનસનને બ્રિટિશ નેતાનું પદ છોડવા આગ્રહ કર્યો હતો. આ સ્થિતિમાં જોનસને ભારપૂર્વક કહ્યું હતું કે, તેઓ પાછા હટવાના નથી અને વિદ્રોહ કરનારની સામે ઝુકશે નહી.
એક સુત્ર અનુસાર ૩૦ થી વધુ રાજીનામા અને તેઓની કન્ઝર્વેટીવ પાર્ટીમાં ઘણા સાંસદોના ખુલ્લા વિદ્રોહની સાથે કેટલાક વરિષ્ટમંત્રીઓએ તેમને પદ છોડવા માટે કહ્યું છે. એક અન્ય સુત્રએ જણાવ્યું હતું કે, જો જોનસન લડવાનો નિર્ણય કરે છે તો તેમના સમર્થનમાં પણ લોકો છે. સતત રાજીનામા પડી રહ્યાં છે તેની વચ્ચે જોનસને કહ્યું કે, વર્ષ ૨૦૧૯ માં થયેલી રાષ્ટ્રીય ચૂંટણીમાં તેમની જનાદેશ મળ્યો છે જે તેમણે બહુમતીથી જીત્યો હતો.