ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૬,૬૭૮ નવા કેસ નોંધાયા

સાપ્તાહિક સકારાત્મકતા દર હાલમાં ૪.૧૮ % છે અને દૈનિક સકારાત્મકતા દર ૫.૯૯ % હોવાનું નોંધાયું છે.

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૬,૬૭૮ નવા કેસ નોંધાયા છે અને ૨૬ દર્દીના મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪,૬૨૯ દર્દીઓ કોરોનામાંથી સાજા થતા અત્યાર સુધીમાં કુલ ૪,૨૯,૮૩,૧૬૨ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ભારતનો રિકવરી રેટ ૯૮.૫૦ % છે. ભારતમાં હાલ કુલ કુલ સક્રિય કેસ ૧,૩૦,૭૧૩ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૪૪,૧૪૫ લોકોને કોરોનાની રસી આપતા, રાષ્ટ્રીય રસીકરણ અભિયાન ૧૯૮.૮૮ ( ૧,૯૮,૮૮,૭૭,૫૩૭ ) કરોડને પાર પહોંચી ગયું છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૭૮,૨૬૬ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સાપ્તાહિક અને દૈનિક સકારાત્મક દરોમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં સાપ્તાહિક સકારાત્મકતા દર હાલમાં ૪.૧૮ % છે અને દૈનિક સકારાત્મકતા દર ૫.૯૯ % હોવાનું નોંધાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *