ગુજરાત પર વરસાદી આફત : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર કરી વાત

રવિવારે પડેલા વરસાદને પગલે મોટાભાગના વિસ્તારોમાં કેડ અને ઢીંચણા સમાણા પાણી ભરાયા હતા ત્યારે વિકટ સ્થિતિનો તાગ મેળવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટૅલિફોનિક વાતચીત કરી હતી.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ  ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત  વિસ્તારમાં પાછલા ૪૮ કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે તેની અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને સંપૂર્ણ વિગતો આપી હતી.

પ્રધાનમંત્રીએ આ વરસાદી સ્થિતીને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર રાજ્યના વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે સાંજ સુધીમાં વલસાડ, નવસારી, નર્મદા, તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે આણંદ, ખેડા અને અમદાવાદમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તો તા.૧૨ અને ૧૩ જૂલાઇએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *