ગુજરાતને ડ્રગ્સના દૂષણનું ‘ઘર’ ગણવામાં આવે છે તેમાં ડ્રગ્સ મામલે કચ્છનો દરિયાકાંઠો વર્ષોથી બદનામીનો માર ભોગવી રહ્યું છે છતા કચ્છ પરથી આ દૂષણની કાળી ટીલી દૂર થતી નથી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દિવસ-રાત સતર્ક હોય તેવા દાવા વચ્ચે પણ અવારનવાર કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓ ઝડપાઇ રહ્યા છે. તેવામાં આજે કચ્છમાંથી ગુજરાત એટીએસને બાતમીને આધારે અધધ કહી શકાય તેટલું ૩૫૦ કરોડથી વધુની કિમતના હેરોઇનના જથ્થાનો પર્દાફાશ કર્યો હતો. દુબઇના જેબલ અલી પોર્ટથી આવેલા કન્ટેનરમાંથી કરોડોનું હેરોઇન ઝડપાતા એજન્સીના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. આ મામલે DGP એ પત્રકાર પરિષદ પરિષદ યોજી માહિતી આપી હતી.
મુંદ્રા પોર્ટ પર કન્ટેનરમાં ડ્રગ્સ છુપાવી લાવવામાં આવતું હોવાની માહિતી મળી હતી મળી હતી. જેને લઈને એક વિશેષ ટીમ બનાવીને કન્ટેનરનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચેક કરતા કપડાની આડમાં છુપાવાયેલુ ૭૦ કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. કાપડના રોલમાં અંદરના ભાગમાં હેરોઈનનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ટોટલ ૫૪૦ કાપડના રોલ માંથી ૩૬૪ રોલમાં હેરોઈન હતુ. જેમાથી આશરે રૂ.૩૭૫ કરોડની કિંમતના ૭૦ કીલો ડ્રગ્સનો જથ્થાનો કબ્જે લેવામાં આવ્યો છે. આ કન્ટેનર કોણે મંગાવ્યુ હતું અને કોણે મોકલ્યુ હતું. તે દીશામાં હાલ એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
UAE માંથી ૧૩ મેના રોજ કન્ટેનર આવ્યુ હતુ. કન્ટેનર પંજાબ મોકલવામાં આવ્યુ હતુ. વધુમાં DGP એ માહિતી આપતા જણાવ્યુ કે ચાલુ વર્ષમાં અત્યાર સુધી ડ્રગ્સ મામલે ૬ કેસ કરવામાં આવ્યા છે. જેમાંથી ૭૧૭ કીલો ડ્રગ્સનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે. જેથી આશરે લગભગ ૩,૫૮૬ કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો સીઝ કરાયો છે. આ મામલે અત્યાર સુધીમાં ૨૩ આરોપીની ધરપકડ થઈ જેમા ૧૬ પાકિસ્તાનના શખ્સો હોવાનું સામે આવ્યુ છે. ઉપરાંત પોલીસ ઝપટે ચડેલા ૨ આરોપીઓ અફઘાનિસ્તાનના હોવાની પણ DGPએ સત્તાવાર માહિતી આપી હતી.