૭૫ પ્રોડક્ટ્સ લોન્ચ કરવા સિવાય અન્ય ૧૦૦ પ્રોડક્ટ્સ વિકસાવવા માટે વિવિધ તબક્કામાં કામ ચાલી રહ્યું છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને દેશભરમાં અનેક ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ઈન્ડસ્ટ્રી એકેડમી સેન્ટર્સ ઑફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે.
રાજનાથ સિંહે નવી દિલ્હીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પરના પ્રથમ સેમિનાર અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બોલતા રાજનાથસિંહે કહ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એપ્સને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે.
આઝાદીના અમૃત મહોત્સવ અને સંરક્ષણમાં આત્મનિર્ભર ભારત પહેલને પ્રોત્સાહન આપવા માટે ઉજવણીના ભાગરૂપે સંરક્ષણમાં ૭૫ નવા વિકસિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજી લોન્ચ કરવામાં આવી હતી.
તેમાં ઓટોમેશન, માનવરહિત, રોબોટિક્સ સિસ્ટમ્સ, સાયબર સુરક્ષા, માનવ વર્તન વિશ્લેષણ, બુદ્ધિશાળી સર્વેલન્સ સિસ્ટમ્સ, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, વાણી અને અવાજ વિશ્લેષણ અને આદેશ, નિયંત્રણ, સંદેશાવ્યવહાર, કમ્પ્યુટર અને ગુપ્તચર, સર્વેલન્સ અને રિકોનિસન્સ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.