માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે કહ્યું કે, મંત્રીમંડળે વડોદરાની રેલ્વે નેશનલ એકેડેમીમાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલયની સ્થાપનાને પણ મંજૂરી આપી છે અને તેમાં તાલીમી કર્મચારીઓને આધુનિક ટેકનોલોજી સહિત તાલીમ અપાશે.
કેન્દ્ર સરકારે ૧૫મી જુલાઈથી ૭૫ દિવસ સુધી, ૧૮ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને વિનામૂલ્યે બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આજે મંત્રીમંડળની આર્થિક બાબતોની પેટા સમિતિએ આ નિર્ણય કર્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે કહ્યું કે, મંત્રીમંડળે વડોદરાની રેલ્વે નેશનલ એકેડેમીમાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલયની સ્થાપનાને પણ મંજૂરી આપી છે અને તેમાં તાલીમી કર્મચારીઓને આધુનિક ટેકનોલોજી સહીત તાલીમ અપાશે.
અગાઉ ૬૦ વર્ષથી વધુ વયના લોકોને વિનામૂલ્યે બૂસ્ટર ડોઝ આપવામાં આવતો હતો. હવે 18 વર્ષથી વધુ વયના લોકોને પણ વિનામૂલ્યે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. આ નિર્ણય બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ અને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ પણ ટ્વિટ કરી કેબિનેટના આ નિર્ણયને બિરદાવ્યો હતો.