ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ૨૦૨૨ શહેર, અમદાવાદને ટાઈમ મેગેઝીને વર્ષ ૨૦૨૨ના વિશ્વના ૫૦ સૌથી મહાન સ્થળો’ યાદીમાં શામેલ કર્યું છે.
ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ૨૦૨૨ શહેર, અમદાવાદને ટાઈમ મેગેઝીને વર્ષ ૨૦૨૨ના વિશ્વના ૫૦ સૌથી મહાન સ્થળો’ યાદીમાં શામેલ કર્યું છે. ગૃહમંત્રી અમિત શાહે આ અંગે ટ્વિટ કરીને શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટ્વિટ કર્યું કે, ‘ગુજરાતના લોકો માટે આ ખૂબ જ ગૌરવ અને ખુશીની વાત છે કે, ભારતનું પ્રથમ UNESCO World Heritage ૨૦૨૨ શહેર, અમદાવાદને હવે ટાઈમ મેગેઝિન દ્વારા ‘૨૦૨૨ના વિશ્વના ૫૦ સૌથી મહાન સ્થળો’ ની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.’
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૦૧માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો પાયો નાખવામાં આવ્યો છે. આ તેનું જ પરિણામ છે. અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ હોય કે, સાયન્સ સિટી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશા Next-Gen ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને ભારતના ભવિષ્ય માટે તૈયારી કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.