ભારતમાં મંકી પોક્સ વાયરસના પ્રથમ કેસની પુષ્ટી થઇ છે. કેરળના કોલ્લમમાં એક વ્યક્તિને મંકી પોક્સ થયો હોવાનું સામે આવ્યું છે અને આ વ્યક્તિ ત્રણ દિવસ પહેલા સંયુક્ત અરબ અમિરાતથી કોલ્લમ પહોંચ્યો હતો. કેરળ સરકારે મંકી પોક્સ માટે માર્ગદર્શીકા જાહેર કરી છે. સંક્રમીત વ્યક્તિની હાલત સ્થિર છે. સંમ્પર્કમાં આવનાર લોકોની જાણકારી મેળવી લેવાઈ છે.
દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરૂવારે કેરળના કોલ્લમ જિલ્લામાં મંકી પોક્સના પુષ્ટી કેસને ધ્યાનમાં લઇને સાર્વજનીક આરોગ્ય ઉપાયોનું અમલીકરણ કરવા રાજ્યના આરોગ્ય અધિકારીઓ સાથે સહયોગ કરવા ઉચ્ચ સ્તરિય ટીમ કેરળ મોકલી છે. ટીમમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર, આર.એમ એલ.એસ હોસ્પિટલના ડોકટરો તેમજ વિશેષજ્ઞો સહિત આરોગ્ય મંત્રાલયના ટોચના અધિકારીઓ સામેલ છે.