૨૪ કલાકમાં ડાંગમાં ૨ ઈંચથી વધુ વરસાદ વરસ્યો. જો કે અગાઉ અતિભારે વરસાદના કારણે જિલ્લાના ૧૧ માર્ગો ઉપરથી વરસાદી પાણી ઓછા થયા છે. હાલ માત્ર ડાંગ જિલ્લામાં ૧૩ માર્ગો પર વાહન વ્યવહાર બંધ છે જેના કારણે ૨૦ ગામો પ્રભાવિત થયા છે.
ડાંગના વિવિધ તાલુકઓ જેવા કે આહવામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૧.૫ ઈંચ, વઘઇમાં ૨.૫ ઈંચ, સુબિર તાલુકામાં ૧.૫ ઈંચ અને સાપુતારા પંથકનો છેલ્લા ચોવીસ કલાકનો ૨.૫ ઈંચ વરસાદ વરસ્યો છે. ગત દિવસો દરમિયાન ડાંગમાં પડેલા સાંબેલાધાર વરસાદ બાદ હવે અહીં વરસાદનુ પ્રમાણ ઘટ્યું છે. ત્યારે અહીંનુ જનજીવન પણ પુનઃ રાબેતા મુજબ ધબકતુ થયુ છે.