લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારથી શરૂ થનારા સંસદના ચોમાસું સત્ર પહેલા આજે સર્વદળિય બેઠકનું આયોજન કર્યું. રાજ્યસભા અધ્યક્ષ એમ. વૈકયાનાયડુએ પણ રવિવારે વિવિધ રાજકીય દળોની બેઠકનું આયોજન કર્યું છે.
કેન્દ્ર સરકારે પણ સંસદમાં દરેક રાજકીય પાર્ટીનો સહયોગ મળી રહે તે માટે સર્વદળિય બેઠક બોલાવી છે સંસદનું ચોમાસું સત્ર ૧૨ ઓગષ્ટ સુધી ચાલશે. આ સત્ર એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણકે આ સત્ર દરમિયાન દેશના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. રાષ્ટ્રપતિની ચૂંટણી સોમવારે થશે અને ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણી ૬ ઓગષ્ટના રોજ થશે.