EDએ આ કેસમાં સંજય રાઉતની દાદર અને અલીબાગમાં આવેલી સ્થાવર મિલકત જપ્ત કરી છે.
એન્ફોર્સમેન્ટ ડીરેકટરોરેટ (ED)ના અધિકારીઓએ પાત્રા ચાલ જમીન કૌભાંડમાં શિવસેનાના નેતા સંજય રાઉતની ધરપકડ કરી છે. અગાઉ EDએ આ જ કેસમાં મુંબઇમાં સંજય રાઉતના નિવાસ સ્થાને દરોડા પાડયા હતા. EDએ આ કેસમાં સંજય રાઉતની દાદર અને અલીબાગમાં આવેલી સ્થાવર મિલકત જપ્ત કરી છે. આ કેસ મુંબઇની પાત્રા ચાલના પુનઃવિકાસમાં અનિયમિતતા અંગેનો છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ EDએ આ પ્રકરણમાં સંજય રાઉતને બે વખત સમન્સ પાઠવ્યા હતા. પ્રથમ વખત ૨૦ જુલાઈએ તેમને હાજર રહેવા જણાવાયું હતું, પરંતુ તેમણે પોતાના વકિલ દ્વારા કહ્યું હતું કે, તેઓ સંસદ સત્રના કારણે સાત ઓગસ્ટ પછી હાજર થશે. તેમણે પહેલી જુલાઇએ પોતાનું નિવેદન આપ્યું હતું.