સાપુતારામાં મેઘ મલ્હાર પર્વનું આયોજન, હસ્તકલા હાટ પ્રદર્શન સહિતનું વેચાણ બજાર ખુલ્લું મુકાયું

મોન્સૂન ફેસ્ટિવલને આ વર્ષે મેઘ મલ્હાર પર્વ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલને આ વર્ષે મેઘ મલ્હાર પર્વ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.  સાપુતારામાં  ફેસ્ટિવલ દરમિયાન લોકોને રોજગારી મળી રહે તે માટે ખાસ બોટિંગ હાઉસ નજીક હસ્તકલા હાટ પ્રદર્શન સહિતનું વેચાણ બજાર ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ હસ્તકલા હાટમાં પ્રવાસીઓ ગ્રામીણ લોકોએ બનાવેલ વસ્તુઓ ખરીદી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ગૃહ સુશોભનની આધુનિક શૈલીની વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. વિવિધ સ્ટોલમાં હાથથી બનાવેલી ગૃહ સુશોભનની વિવિધ વસ્તુઓ જેમ કે, જામ જેલી, શરબત,  પાપડ, પાપડી, ઓર્નામેન્ટ, વરલી પેઇન્ટિંગ, ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા ખાદીના કપડા વગેરે જેવી વસ્તુઓ મુકવામાં આવી છે. આ હસ્તકલાનો ઉદ્દેશ લોકલ ફોર વોકલને અનુસરીને હસ્તકલાના કારીગરોને વધુમાં વધુ રોજગારી અપાવવામાં મદદ કરવાનો છે અને આ ઉપરાંત આપણી ભાતીગળ હસ્તકળા જળવાઈ રહે અને હસ્તકળાના કારીગરોને પ્રોત્સાહન મળી રહે તે પણ હેતુ પણ રહેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *