આતંકી સંગઠન અલ કાયદાના વડા અયમાન અલ-ઝવાહિરી અમેરિકી ડ્રોન હુમલામાં ઠાર થયો હતો.
આતંકી સંગઠન અલ કાયદાના વડા અયમાન અલ-ઝવાહિરી અમેરિકી ડ્રોન હુમલામાં ઠાર થયો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આ વાતની પુષ્ટિ કરી હતી.
જો બાઈડને કહ્યું કે, અમેરિકાએ કાબુલમાં સફળતાપૂર્વક ડ્રોન હુમલો કર્યો અને અલ-કાયદાના અમીર અયમાન અલ-ઝવાહિરીને ઠાર કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે હવે ન્યાય થયો છે. અમેરિકા હમેશા પોતાના નાગરિકોની સુરક્ષા કરશે અને અમને નુકસાન પહોચાડનાર લોકો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.