શ્રાવણ માસના પ્રથમ સોમવારથી મિની લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જામનગરમાં સતત બે વર્ષના વિરામ બાદ, મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી અને શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરની મધ્યમાં આવેલ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શહેર ભાજપ અધ્યક્ષ , ડોકટર વિમલ કગથરા અને ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ મેળા સંચાલકો સહિત આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં શ્રાવણી લોકમેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
કોરોનાકાળમાં લોકમેળાઓ બંધ રહેવાથી આર્થિક નુકસાનનો સામનો કરી રહેલા મેળા સંચાલકોએ, આ વર્ષે સારા વેપારની આશા વ્યક્ત કરી હતી. બીજી તરફ, પ્રથમ દિવસથી જ નગરવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શ્રાવણ માસના પ્રથમ સોમવારથી મિની લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોરોના ભયમાંથી મુક્તિ મળ્યા બાદ મેળાના શોખીનોને હવે લોકમેળાઓનો આનંદ માણવા મળશે.