યુનાઇટેડ નેશનસના કલાઇમેટ એમ્બીશન્સ એન્ડ સોલ્યુશનના વિશેષ રાજદૂત અને ન્યૂયોર્ક શહેરનું ત્રણ વાર મેયર પદ શોભાવનાર માઇક બ્લૂમબર્ગએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) અને NSC IFSC- SGX connectના શુભારંભ માટે અભિનંદન પાઠવ્યા છે.
માઇક બ્લૂમબર્ગએ ટ્વીટમાં લખ્યું કે, “ઈન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) અને NSC IFSC- SGX connect”ના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન
આ મહત્વકાંક્ષી પગલું ભારતનની આર્થિક વિકાસ ગાથાને નવું બળ પૂરું પાડશે.”