ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ લાલ કિલ્લાથી વિજય ચોક સુધી હર ઘર તિરંગા બાઈક રેલીને લીલીઝંડી આપી.
આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતુ કે દેશની એકતા માટે જે મહાનુભવોએ બલિદાન આપ્યા છે તેમને આપણે યાદ રાખવાના છે. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી.કિશન રેડ્ડી પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત કેંન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, મીનાક્ષી લેખી તથા અન્ય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.
તિરંગા યાત્રા લાલ કિલ્લાથી શરૂ થઈને વિજય ચોક પર સંપન્ન થશે.દેશ આઝાદીની ૭૫મી વર્ષગાંઠનો ઉત્સવ આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યુ છે. દેશના વિવિધ વિસ્તારમાં તિરંગા રેલી યોજાઈ રહી છે.