ગુજરાત: કોંગ્રેસના સિનિયર નેતા નરેશ રાવલનું કોંગ્રેસમાંથી રાજીનામું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા નરેશ રાવલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. 


રાજ્યસભાના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દલિત નેતા રાજુ પરમાર પણ ભગવો ધારણ કરશે. આથી, કોંગ્રેસના ૨ સિનિયર નેતાઓ ૧૭મી ઓગસ્ટે વિધિવત રીતે ભાજપમાં જોડાશે.

બંને સિનિયર નેતાઓ ભાજપમાં જોડાશે. પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ ભાજપમાં જોડાશે. મહત્વનું છે કે, નરેશ રાવલે કોંગ્રેસમાંથી રાજીનામું આપવા અંગે નિવેદન આપતા જણાવ્યું કે, ‘અમે બધા ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. અત્યારે મારે કારણમાં નથી પડવું. કોંગ્રેસમાં મને કડવા અનુભવ થયા છે. સાચી પરિસ્થિતિ સમજ્યા વગર કામ થાય છે. પ્રદેશ નેતાઓ અને હાઇકમાન્ડ દ્વારા કડવા અનુભવ થયા છે. પીએમ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હું અને રાજુ પરમાર ભાજપમાં જોડાશું. કોંગ્રેસમાં ટીમ વર્કનો મોટો અભાવ છે. કોંગ્રેસમાં એહમદ પટેલની કમી દેખાઈ છે.’ ઉલ્લેખનીય છે કે, નરેશ રાવલ અને રાજુ પરમારે ગઈકાલે સીઆર પાટીલ સાથે બેઠક કરી હતી.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *