૬,૦૦૦થી વધુ મંકીપોક્સ કેસ નોંધાતા અમેરિકાએ મંકીપોક્સને સાર્વજનિક સ્વાસ્થ્ય આપાતકાળ સ્થિતિ જાહેર કરી હતી. આ જાહેરાત પછી અમેરિકાના તંત્ર તરફથી હવે મંકીપોક્સ સામે લડવા માટે વધુ સહાય મળવાની આશા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના મેડિકલ સલાહકાર ડૉ. એન્થની ફોચીએ મંકીપોક્સને સાર્વજનિક સ્વાસ્થ્ય આપાત સ્થિતિ જાહેર કરવાના નિર્ણયનો સ્વાગત કર્યો હતો.
ફોચીએ કહ્યું હતું કે, આ નિર્ણય સરકારને મંકીપોક્સ સામે લડવા માટે વધુ ઝડપી પગલા લેવામાં મદદ કરશે. આ નિર્ણયથી સમાજમાં એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે મંકીપોક્સ એ સરકારની એક મોટી પ્રાથમિકતા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO એ ગત મહિને મંકીપોક્સને વૈશ્વિક આરોગ્ય આપાતકાળ જાહેર કરી હતી. અત્યાર સુધીમાં ૮૭ દેશોમાં મંકીપોક્સના ૨૬,૦૦૦ થી વધુ કેસ નોંધાયા છે.