સંસદના ચોમાસાસત્રનું સમાપન થયું છે લોકસભામાં ૧૬ બેઠક યોજાઇ હતી. જેનો સમયગાળો ૪૪ કલાક ૨૯ મિનીટ રહ્યો હતો. ચોમાસા સત્રમાં લોકસભાની ઉત્પાદકતા ૪૮% રહી હતી.
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે કેટલાક મહત્વના વિધેયકને પાસ કરાવવામાં આવ્યાં હતાં. જેમા પરિવાર અદાલત સુધારા વિધેયક-૨૦૨૨ રાષ્ટ્રીય ડોપીંગ વિરોધી વિધેયક ૨૦૨૧, ઉર્જા સંરક્ષણ સુધારા વિધેયક-૨૦૨૨ ભારતીય અંટાર્ટિકા વિધેયક-૨૦૨૨ કેન્દ્રીય યુનિવર્સિટી સુધારા વિધેયક ૨૦૨૨ નવીદિલ્હી મધ્યસ્થતા કેન્દ્ર સુધારા વિધેયક ૨૦૨૨ વન્યજીવન સંરક્ષણ સુધારા વિધેયક-૨૦૨૧ જ્યારે સત્રના છેલ્લા દિવસે વિધ્યુત સુધારા વિધેયક ૨૦૨૨ને ઉર્જામંત્રીએ રજૂ કર્યું હતું. ત્યાર બાદ તેને સંસદની સ્ટેન્ડીંગ કમિટીને મોકલવામાં આવ્યું હતું. રાજ્યસભામાં ૧૬ બેઠક યોજાઇ હતી જેમા 38 કલાક કામકાજ હાથ ધરાયું હતું. જેમા પાંચ વિધેયકને ચર્ચા બાદ પાસ કરવામાં આવ્યાં હતાં જેમાં ભારતીય અંટાર્ટિકા વિધેયક-૨૦૨૨ સામુહિક વિનાશના સશ્ત્રો અને તેમની ડીલેવરી સિસ્ટમ સુધારા વિધેયક-૨૦૨૨ રાષ્ટ્રીય ડોપીંગ વિરોધી વિધેયક ૨૦૨૧ કેન્દ્રીય યુનિવર્સિટી સુધારા વિધેયક ૨૦૨૨નો સમાવેશ થાય છે.