કોરોનાની રસીના ડોઝ આપતા રાષ્ટ્રીય રસીકરણ અભિયાન ૨૦૭.૦૩ કરોડને પાર પહોંચી ગયું છે.
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૬,૦૪૭ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૯,૫૩૯ દર્દી સાજા થતા અત્યાર સુધીમાં કુલ ૪,૩૫,૩૫,૬૧૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ ૫,૨૬,૮૨૬ દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫,૨૧,૪૨૯ કોરોનાની રસીના ડોઝ આપતા રાષ્ટ્રીય રસીકરણ અભિયાન ૨૦૭.૦૩ કરોડને પાર પહોંચી ગયું છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૬૭૮ કેસ નોંધાયા હતા તો ૮૧૦ દર્દીઓ સાજા થયા હતા.
અમદાવાદમાં કોરોનાના કારણે ૧ દર્દીનું મૃત્યું થયું હતું. અમદાવાદમાં ૨૬૫, વડોદરામાં ૯૯, સુરતમાં ૬૬, રાજકોટમાં ૪૧, કેસ નોંધાયા છે. ગુજરાતમાં મંગળવારે ૯ ઓગસ્ટના રોજ કુલ ૧,૫૩,૯૧૦ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી હતી. ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૬૮ ટકા થયો હતો. ગુજરાતમાં અત્યારે કોરોનાના કુલ ૫,૭૨૯ સક્રિય કેસ છે.