દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૫,૮૧૫ કેસ નોંધાયા છે. જ્યારે ૨૦,૦૧૮ દર્દી સાજા થયા છે. દેશમાં હાલ કુલ સક્રિય કેસ ૧,૧૯,૨૬૪ છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૪ લાખ ૪૩ હજારથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
૩ લાખ ૬૨ હજારથી વધુ સેમ્પલ ટેસ્ટ કરાયા છે. બીજી તરફ રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા ૪૫૯ કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થયો છે. જ્યારે ૯૨૨ દર્દીઓ સાજા થયા છે.
ગઈકાલે કોરોનાના કારણે રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું. જ્યારે ગઈકાલે અમદાવાદ ૧૬૪, વડોદરામાં ૫૧, સુરતમાં ૪૫, રાજકોટમાં ૩૬, ગાંધીનગરમાં ૧૪, જામનગરમાં ૯, ભાવનગરમાં ૬, આણંદ, અરવલ્લી અને ગીરસોમનાથમાં ૧ – ૧ કેસ નોંધાયો છે. તો ગઈકાલે સાંજે ૫ વાગ્યા સુધીમાં ૨ લાખ ૫૯૨ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૨ લાખ ૪૮ હજાર ૭૬૮ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૭૭ % થયો છે. તો રાજ્યમાં અત્યારે કોરોનાના ૪ હજાર ૫૩૪ સક્રિય કેસ.