રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પરીવારને મારી નાંખવાની ધમકી મળી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યા ૮ ફોન આવ્યા છે. ફોન કરનારે તેમના સમગ્ર પરીવારને ત્રણ કલાકમાં ખતમ કરવાની ધમકી આપી છે. આ ઘટના પછી હોસ્પિટલ મેનેજમેન્ટે આ અંગેની ફરીયાદ DB માર્ગ પોલીસ સ્ટેશનમાં કરી છે.
ફરીયાદ પછી અંબાણી પરીવારની સુરક્ષા વધારાઈ છે. આ તરફ પોલીસ આ કોલ્સને વેરિફાઈ કરી રહી છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે ફોન કરનાર એક જ છે, જેણે 8 ફોન કર્યા છે. મુંબઈ પોલીસ કમિશ્નરને આ અંગે જાણકારી અપાઈ છે. કેસની તપાસ માટે મુંબઈ પોલીસે ત્રણ ટીમ બનાવી છે.
મુકેશ અંબાણીને વર્ષ ૨૦૧૩ માં હિજબુલ મુઝાહિદ્દીનથી ધમકી મળ્યા પછી તે સમયની મનમોહન સિંહની સરકારે મુકેશ અંબાણીને Z+ સિક્યુરિટી આપી હતી. તેમની પત્ની નીચા અંબાણીને ૨૦૧૬ માં કેન્દ્ર સરકારે Y+ સિક્યુરિટી આપી છે. તેમના બાળકોને પણ મહારાષ્ટ્ર સરકાર તરફથી ગ્રેડેડ સુરક્ષા આપવામાં આવે છે.