ગુજરાત: અરવલ્લી ખાતે મુખ્યમંત્રીએ NFSA કાર્ડધારકોને લાભ સહિતની અનેક જાહેરાતો કરી

ગુજરાતમાં આ વર્ષે અરવલ્લીના મોડાસા ખાતે રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેસરી રંગની પાઘડીમાં સજ્જ થઈને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. અરવલ્લીમાં પ્રથમ વખત આ પ્રકારે રાજ્ય કક્ષા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. તેમાં મુખ્યમંત્રી ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય દિવસના આ અવસર પર રાજ્યના નાગરિકોના લાભાર્થે કેટલીક મહત્વની જાહેરાતો કરી છે.

રાજ્યના તમામ ૨૫૦ તાલુકાના ૭૧ લાખ NFSA કાર્ડધારકોને પ્રતિ માસ કાર્ડ દીઠ રાહત દરે ૧ કિલો ચણા આપવામાં આવશે. અત્યારે માત્ર ૫૦ વિકાસશીલ તાલુકાને લાભ મળે છે.

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવવા માટેના હાલના પાત્રતાના ધોરણોમાં વર્તમાન આવક મર્યાદા રૂપિયા ૧૦,૦૦૦/- પ્રતિ માસમાં વધારો કરીને રૂપિયા ૧૫,૦૦૦/- કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *