દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથી

અટલજીનુ ૯૩ વર્ષની વયે ૧૬/૦૮/૨૦૧૮ માં અવસાન થયુ. તેમની યાદમાં ‘સદૈવ અટલ’ નામથી સ્મૃતિ સ્થળનુ નિર્માણ કરાયું છે.

દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની આજે ચોથી પુણ્યતિથી છે. નીતિ, સિદ્ધાંત, વિચાર અને વ્યવહારની સર્વોચ્ચ ટોચ પર રહેતા હંમેશા જમીન સાથે જોડાયેલા અટલજીને આજે સમગ્ર દેશ નમન કરી રહ્યો છે.

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ૨૫ ડિસેમ્બર ૧૯૨૪ માં જન્મેલા પ્રખર વક્તા વાજપેયીજીએ ભારતીય રાજનીતિમાં પોતાના વ્યક્તિત્વની અલગ છાપ ઉભી કરી જેણે ભારતની રાજનીતિને હંમેશા માટે બદલી નાખી. જેમાં ભારતને પરમાણુશક્તિ સંપન્ન બનાવવું, કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને માત આપવી, સ્વર્ણિમ ચતુર્ભૂજ યોજનાની સાથે સાથે અન્ય ઘણી સિદ્ધીઓ શામેલ છે. ભારતના પ્રધાનમંત્રી રહેતા અટલજીએ ઘણા ઈતિહાસ રચ્યા હતા. તેમણે જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાનનો નારો આપ્યો હતો. અટલજીનુ ૯૩ વર્ષની વયે ૧૬/૦૮/૨૦૧૮ માં અવસાન થયુ. તેમની યાદમાં ‘સદૈવ અટલ’  નામથી સ્મૃતિ સ્થળનુ નિર્માણ કરાયું છે.

 

 

આજે તેમની પૂણ્યતિથી નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાધિ સ્થળ પર પુષ્પાંજલી અર્પિત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *