આંગ -સાન-સૂકી મ્યાનમારની સૈન્ય સરકાર હેઠળ ઓછામાં ઓછા 18 કેસોનો સામનો કરી રહ્યા છે.
મ્યાનમારમાં પૂર્વ સ્ટેટ ચાન્સેલર આંગ – સાન- સૂકીને ભ્રષ્ટાચારના કેસમાં છ વર્ષથી જેલ થઈ છે.
મ્યાનમારની એક અદાલતે પૂર્વ સ્ટેટ કાઉન્સેલર અને નાગરિક સરકારના પદભ્રષ્ટ વડા આંગ-સાન-સૂકીને તેની સ્વર્ગસ્થ માતાની યાદમાં સ્થાપિત ડો. ખિન કી ફાઉન્ડેશન નામની આરોગ્ય અને શિક્ષણ સંસ્થાના ભંડોળનો દુરુપયોગ કરવા બદલ તેમને દોષિત ઠેરવ્યા છે. તેમને રાજધાની નાયપીદાવમાં એકાંત કેદમાં રાખવામાં આવ્યા છે. તેમને અન્ય કેસોમાં ૧૧ વર્ષની જેલની સજા થઈ છે.
૭૭ વર્ષીય નોબેલ પુરસ્કાર વિજેતા આંગ -સાન-સૂકી મ્યાનમારની સૈન્ય સરકાર હેઠળ ઓછામાં ઓછા ૧૮ કેસોનો સામનો કરી રહ્યા છે.