ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં મથુરા નગરીમાં થયો હતો. ભગવાન વિષ્ણુના સંપૂર્ણ અવતાર ગણાતા ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થળ સહિત દેશમાં આવા અનેક મંદિરો છે, જે આજે પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાય છે. જ્યાં દર્શન અને પૂજા કરવાથી વ્યક્તિનું દુ:ખ અને દુર્ભાગ્ય દૂર થઈ જાય છે ત્યાં સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
સમગ્ર દેશમાં આજે શ્રધ્ધા ભક્તિ અને ઉલ્લાસ સાથે ક્રૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઇ રહી છે. ભગવાન શ્રીક્રૃષ્ણની પૂજા-અર્ચના માટે દેશભરના મંદિરોમાં શ્રધ્ધાળુઓની લાંબી લાઇનો લાગી રહી છે. આ અવસરે ઉત્તરપ્રદેશના મથુરા અને વૃંદાવનમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રીક્રૃષ્ણની જન્મભૂમિ મથુરામાં શ્રીક્રૃષ્ણ જન્મભૂમિ મંદિર, બાંકેબિહારી મંદિર, ઇસ્કોન મંદિર સહિત તમામ મંદિરોને આકર્ષક રીતે શણગારવામાં આવ્યાં છે.
જન્માષ્ટમીને લઇને અનેરો ઉત્સાહ છે.
શ્રધ્ધાળુઓ વિવિધ સાર્વજનિક સ્થળો પર ભગવાનની આકર્ષક જાખી સજાવી રહ્યાં છે. ત્યારે બીજી બાજુ બજારમાં પણ સજાવટ અને પુજા અર્ચનાના સામાનની ખરીદદારીને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.