પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ચુઅલ માધ્યમથી ગોવામાં આયોજીત હર ઘર જળ ઉત્સવને સંબોધન કરશે.
કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવત અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ શાવંત ઉપસ્થિત રહેશે. ગોવા રાજ્ય દેશનું પ્રથમ હર ઘર જળ રાજ્ય તેમજ દાદરાનગર હવેલી તથા દમણ અને દીવ પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે.
તમામ ગામોએ ગ્રામ પંચાયત તરફથી મંજૂર કરેલા ઠરાવથી સ્વયંમને હર ઘર જળ ગામ જાહેર કર્યા છે. ગોવાના તમામ ૨ લાખ ૬૩ હજાર ગ્રામિણ પરિવારો અને દાદરા નગર હવેલી તથા દમણ અને દીવના ૮૫ હજારથી વધુ પરિવારોને હવે નળથી ચોખ્ખુ અને પીવા લાયક જળ મળી રહ્યું છે.
જળશક્તિ મંત્રાલયે જણાવ્યું છે કે, કોરોના મહામારીની અનેક પડકારો અને મુશ્કેલીઓની વચ્ચે ગ્રામપંચાયતના પ્રતિનિધીઓ, પાણી સમિતીઓ જિલ્લા તથા રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશના અધિકારીઓના અથાગ પ્રયાસોથી “હર ધર જળ” અભિયાન સફળ થયું છે.